રાજકોટમાંથી વધુ એક મુન્નાભાઈ MBBS ઝડપાયો - SOG
રાજકોટ: શહેરમાં SOGને વધુ એક સફળતા હાથ લાગી છે. SOGએ બાતમીના આધારે રાજકોટના બેડલા ગામેથી ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. કિરીટ વેલજીભાઈ સતાણી નામનો ઈસમ ધોરણ 12 પાસ છે અને તેની પૂછપરછમાં સેનેટરીનો કોર્ષ કર્યાનું સામે આવ્યું છે. ઈસમ છેલ્લા દોઢ વર્ષથી અહીં કોઈ પણ જાતની મેડીકલની ડીગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. હાલ SOGએ તેની ધરપકડ કરી તેની પાસે રહેલ ગ્યુકોજના બાટલા ઇન્જેક્શન, દવાઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.