અમદાવાદના સાબરમતી વિસ્તારમાં દિવ્યાંગ વ્યક્તિએ મતદાન કરીને નિભાવી પોતાની ફરજ - ELECTION 2021
અમદાવાદઃ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે. સાબરમતી વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ મતદાન મથક પર પહોંચીને મતદાન કરવાની શરૂઆત કરી હતી. ત્યારે ધ્રુવ નામના મતદાતા કે જેવો દિવ્યાંગ હોવા છતાં પણ પોતાનો અધિકાર અને ફરજ એવા મતદાનનો ઉપયોગ કરીને સ્થાનિક ચૂંટણીમાં પોતાનો ફાળો ભજવ્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, લોકો મતદાન મથકો પર જાય અને મતદાન કરે.