જામનગરના લાખા બાવળમાં 100 વર્ષની વૃદ્ધાએ કોરોના વેકસીન લઈને આપ્યો સંદેશ - રસીકરણ
રાજ્યમાં હાલ સીનીયર સીટીઝન લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ કોરોના વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જામનગરના લાખા બાવળ ગામમાં રહેતા રંજનબેન વ્યાસે કોરોના વેક્સિન લીધી છે. આ તકે તેમણે જણાવ્યું કે, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા સિનિયર સિટીઝનને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે તે ઉત્તમ કામગીરી છે. કારણ કે, સિનિયર સિટીઝનની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
Last Updated : Mar 4, 2021, 4:12 PM IST