ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજયમાં વીજળી પડવાથી 9 લોકોના મોત, સિઝનની શરૂઆતમાં જ મોતનો અંક 13 થયો - gandhinagar

By

Published : Jul 4, 2020, 3:50 PM IST

ગાંધીનગરઃ ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં વીજળી પડવાથી 9 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે પાણીમાં ડૂબવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં શરૂઆતના દિવસોમાં જ 13 લોકોના મોત થયા છે. જેમાં જામનગરમાં 4 અમરેલી તાપી ગાંધીનગર અને ભાવનગરમાં એક-એક મોત નિપજ્યા છે. જ્યારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકામાં 2 અને બોટાદ જિલ્લામાં 3 મોત નીપજ્યા છે. આમ વરસાદની શરૂઆત થતા જ 13 લોકોના મૃત્યુ પામ્યા છે, જ્યારે ગત વર્ષે ચોમાસામાં 70થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details