ભાવનગરમાં 43.66 ટકા મતદાન નોંધાયું, ઉમેદરવારનું ભાવિ EVMમાં સીલ - Bhavnagar corporation
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 43.66 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો છે. જેમાંથી 26 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં કુલ 5, 24, 755 મતદારો છે. જે પૈકી 2, 70, 501 પુરુષો, 2, 54, 225 મહિલા અને 29 ટ્રાન્સજેન્ડર છે.