રાજકોટમાં જેઠાણીએ કરી દેરાણીના 3 વર્ષના પુત્રની હત્યા - latest news of rajkot
રાજકોટ: શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા નાળોદાનગરમાં રહેતા કમલેશભાઈ ડોબરિયાનો ત્રણ વર્ષનો પુત્ર ખુશાલ આંગણવાડીએથી ગુમ થતા પોલીસ દ્વારા તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાળકને તેના પરિવારની જ મહિલા આંગણવાડીએ લઈ ગઈ હોવાની પ્રાથમિક વિગત પોલીસને મળી હતી. આ મામલે પોલીસે મહિલાની આગવી ઢબે પૂછપરછ કરતા તે પૂછપરછ દરમિયાન ભાંગી પડી હતી અને પોતાની દેરાણીના બાળકનું અપહરણ કરી તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. હત્યા મામલે કારણ આપતા તેણે જણાવ્યું હતું કે તેના દીકરાને પરિવારના સભ્યો બોલાવતા ન હોવાથી તેમજ પોતાની દેરાણીના પુત્ર ખુશાલને પરિવારના સભ્યો ખૂબ જ રાખતા હોવાથી અને રમાડતા હોવાથી તે બાબતે ઈર્ષા રાખી ખુશાલને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.