ધોરાજી નજીક આવેલા ભાદર - ૨ ડેમના ૩ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટઃ જીલ્લાના ધોરાજી ભાદર બે ડેમનાં ત્રણ દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા હતાં. હાલ 16000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ભાદર નદીની નીચે આવતા ગામોને એલર્ટ કરાયા છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ લોકોને એક વચન આપ્યું હતું કે દર વર્ષે સિંચાઈના પાણી માટેનાં રૂપિયા ખેડૂતોને બદલે તે પોતે ચૂકવશે. જેથી ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ચાર લાખ રૂપિયા કરતાં પણ વધારેની રકમ ભાદર સિંચાઈને ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે આપ્યા હતાં. ત્યારે આજે ધોરાજી ભૂખી ગામ પાસે આવેલ ભાદર - ૨ ડેમનાં ૩ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. જેથી સિંચાઈ માટેનું પાણી છોડવાથી ઉપલેટા, માણાવદર કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીનાં ૧૨૫ થી ૧૫૦ ગામનાં ખેડૂતોને 16000 વીઘા જેટલી જમીનમાં પિયત માટેનો ફાયદો થશે.