કલોલમાં ગાંજાની ડિલિવરી આપવા આવેલા 3 શખ્સની ધરપકડ - ગાંજા
ગાંધીનગરઃ કલોલ શહેર પોલીસે પાનસર વિસ્તારમાંથી 31.024 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે કારમાં ગાંજાની ડિલિવર આપવા આવેલા ઓડિશાના બે શખ્સો અને કલોલનો એક શખ્સ એમ મળીને કુલ ત્રણ લોકોને ઝડપી લીધા છે. કલોલ પોલીસે 1,87,440ની કિંમતનો ગાંજો, પાંચ લાખની કિંમતની ઈનોવા ગાડી, ત્રણ મોબાઈલ કુલ મળીને રૂપિયા 6,98,940ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.