સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ: વર્કશોપમાં 2,734 યુવતીઓએ તાલીમ લઇને રેકોર્ડ સર્જ્યો
સુરત: માતા સરસ્વતીના સ્થાને યુવતીઓએ માઁ દુર્ગા બનાવની ટ્રેનિંગ લીઈને રેકોર્ડ સર્જ્યો હતો. સુરતના હરેકૃષ્ણા શાળામાં રાઈફલ શૂટિંગથી લઈ સેલ્ફ ડિફેન્સની ટેક્નિક એક સાથે હજારોની સંખ્યામાં શીખી યુવતીઓએ આંતરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ વખતે સુરતને સેલ્ફ ડિફેસન્સનું સૌથી મોટું વર્કશોપ કરવા બદલ ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મિશન પરિત્રણ અને હરીકૃષ્ણ શાળાના સેલ્ફ ડિફેન્સ વર્કશોપને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ વર્કશોપમાં 9 જાન્યુઆરીના રોજ એક જ જગ્યાએ 2,734 યુવતીઓ એક સાથે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ હોવાના કારણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.