વડોદરા: સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 250 નર્સિંગ સંચાલકોની નિમણૂક કરાઈ - Number of corona virus patients in Vadodara
વડોદરા: શહેરમાં કોરોના વાઇરસના વધતા જતા વ્યાપ વચ્ચે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફની જરુર ઉભી થઈ છે. તે જોતાં વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડૉ વિનોદ રાવની ઉપસ્થિતિમાં સોમવારે સયાજી અને ગોત્રી કોવિડ હોસ્પીટલમાં કુલ 250 નર્સિંગ સહાયકોની નિમણૂક કરી તે સ્ટાફ સારી રીતે ફરજ બજાવે તે માટે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં પ્રોત્સાહિત કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા નિયમનના કાયદાની જોગવાઇઓ હેઠળ આપેલી સૂચનાઓના અમલરૂપે સરકારી નર્સિંગ કોલેજના 95 વિદ્યાર્થીઓ સયાજી હોસ્પિટલમાં જોડાયાં છે. હજી વધુ 30 વિદ્યાર્થીઓ જોડાવાના છે જેના પગલે નર્સિંગ માનવ સંપદામાં 125નો વધારો થતાં સ્ટાફની અછતનું નિવારણ થશે અને કોવિડ સારવાર સુવિધાનું મજબૂતીકરણ થશે.