જુનાગઢ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ - જુનાગઢના ગાંધીચોકમાં ગાંધી જયંતીની ઉજવણી
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે શુક્રવારે જુનાગઢના ગાંધીચોક વિસ્તારમાં આવેલી બાપુને પ્રતિમાને જિલ્લાના અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનોએ સુતરની આંટી પહેરાવી બાપુની દેશ સેવાને વંદન કર્યા હતા. અહિંસા એ લડાઈનું અમોઘ શસ્ત્ર છે અને તેના થકી જ દેશની આઝાદીની લડાઈ લડવામાં અને ગુલામીની કાળી જંજીરોને તોડવામાં મહાત્મા ગાંધીને સફળતા મળી હતી જે આજે પણ વંદનીય છે.