15,000 પોસ્ટકાર્ડ મુખ્ય પ્રધાનને લખવામાં આવી રહ્યા છે જાણો કારણ... - કોંગ્રેસ સમિતિ
સુરત: શહેરના પુણા વિસ્તારમાં હક અને અધિકારની લડાઈ ફરી શરૂ કરવામાં આવી છે. લોકડાઉન પહેલા પુણા વિસ્તારમાંથી 10,000 પોસ્ટકાર્ડ મુખ્ય પ્રધાનને લખવામાં આવેલ હતા. આવનારા દિવસોમાં બીજા 15,000 પોસ્ટકાર્ડ મુખ્ય પ્રધાનને લખવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શનિવારના રોજ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગીયાની આગેવાનીમાં પુણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર સોસાયટીની બહેનો દ્વારા કબજા રસીદ વાળા મકાનોને કાયદેસર કરી માલિકીનો હક આપવો, વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ બનાવવી તેમજ રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેનશન લાઈનો દૂર કરવાની ત્રણ મુખ્ય માંગો સાથે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. આવનાર દિવસોમાં પુણા વિસ્તારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આ અભિયાનને સમગ્ર પુણા વિસ્તારમાં ઘરે-ઘરે લઈ જવામાં આવશે.