કાંકરિયા કાર્નિવલ દરમિયાન રૂપિયા 1050 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાશે - લોકાર્પણ
અમદાવાદ: 2008માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું અગિયારમું વર્ષ છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 1050 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે. સ્વચ્છ સર્વેક્ષણ 2020માં શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કાર્નિવલમાં હોર્ડિંગ્સ રાખવામાં આવ્યા છે. બલુન તેમજ અન્ય પ્રકારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો, 90 ટકા રાઈડ્સની મંજૂરી મળી ગઈ છે. બુધવાર સાંજ સુધીમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગથી બીજી રાઈડ્સને પણ મંજૂરી મળે તેવી શક્યતા છે. ગુરૂવારથી જ 50 ઈલેક્ટ્રીક નવી બસો શરૂ કરવામાં આવશે. અમદાવાદીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.