ગુજરાત

gujarat

ETV Bharat / videos

Chickpea purchase scam in Harij : છેલ્લા 7 વર્ષમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ ન થયાંનો કોંગ્રેસનો આક્ષેપ

By

Published : Mar 25, 2022, 7:24 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

પાટણમાં થયેલ ચણા કૌભાંડ વધુ ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોખડા થયેલ ચણા કૌભાંડમાં છેલ્લા સાત વર્ષમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ (Chickpea purchase scam in Harij ) થયું નથી. તેવો આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.ખેડૂતોની ડેટા એન્ટ્રી સોખડા ગામમાં નહીં બાજુના ગામમાં કરવામાં આવી છે. તે ગામમાં ડેટા એન્ટ્રી કરનાર હારીજ તાલુકાનો ભાજપ યુવા પ્રમુખ છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂત પાક માટે મંડળીમાંથી ધીરાણ લે તેમાં અલગ ડોક્યુમેન્ટ અને એડવાન્સમાં ચેક પર સહી પણ લેવામાં આવતી હોય છે.એડવાન્સમાં સહી બાબતે ફરિયાદ કરવા જાય તો તેમને ધીરાણ આપવામાં આવતું નથી. જેના કારણે આ ખેડૂતો ફરિયાદ કરતા નથી તેવો આક્ષેપ પણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલ દ્વારા (Congress MLA Kirit Patel ) કરવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details