માર્કેટ રાઉન્ડઅપ: સેન્સેક્સ 667 પોઇન્ટ જ્યારે નિફ્ટી 181 પોઇન્ટ ઘટીને બંધ - સ્ટોક માર્કેટ
મુંબઇ: ચોથા સત્રમાં ઘટાડાની અસર સાથે ઇક્વિટી બેંચમાર્ક સેન્સેક્સ સોમવારે 667 પોઇન્ટ તૂટ્યો હતો. રિલાયન્ય ઇન્ડસ્ટ્રીઝ, એચએફસી ટ્વીન્સ, અને કોટક બેન્કમાં વેચવાલીને પગલે કોવિડ 19 દરમિયાન રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 667.29 પોઇન્ટ અથવા 1.77 ટકા તૂટીને 36,939.60 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 181.85 પોઇન્ટ અથવા 1.64 ટકા ઘટીને 10,891.60 પર બંધ રહ્યું હતું.