તો આ રીતે થાય છે નાણાપ્રધાનના બ્રિફકેસની પસંદગી ! - Nirmala Siaraman
ન્યૂઝ ડેસ્કઃ બજેટ બ્રીફકેસનો પોતાનો એક અલગ જ ઇતિહાસ છે અને સમય સાથે આ બ્રીફકેસની સાઇઝ, સ્ટ્રક્ચર, ડિઝાઇન અને કલરમાં ફેરફાર થયો છે. સ્વતંત્રતા પછી, ભારતનાં વિવિધ નાણા પ્રધાનોએ અલગ અલગ બ્રીફકેસનો ઉપયોગ કર્યો છે. ક્યારેક લાલ મખમલની, ક્યારેક કાળા રંગની હોય છે તો ક્યારેક ડાર્ક બ્રાઉન કલરના બ્રીફકેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય, નાણા પ્રધાનને ત્રણ કે ચાર બેગની પસંદગી આપે છે, જેમાંથી નાણા પ્રધાન તેની ચોઇસની બેગને પસંદ કરે છે. ચાલો એક નજર કરીએ ભારતનાં નાણા પ્રધાનોના બ્રીફકેસના કલરની પસંદગી પર..