દાહોદમાં પ્રેમી પંખીડાને માર મારતો વીડીયો થયો વાઇરલ - crime news of dahod
દાહોદ: દાહોદ જિલ્લાના બાવકા ગામ નજીક સગીર યુવતી અને તેના પ્રેમીને છોકરીના પરિવારજનોએ ઝડપી પાડી જાહેરમાં માર મારતો અને ગાડીની તોડફોડ કરતો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વીડીયો દાહોદ જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક તપાસના આદેશો આપ્યા હતા તેમજ વીડીયોમાં યુવક યુવતીને મારનાર લોકોની સામે ફરિયાદ નોંધી જેસાવાડા પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન સગીરાને પત્ની તરીકે રાખવાના ઇરાદે અપહરણ કરનાર અલ્કેશ બાબુ બારીયાની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે યુવતીના પરિવારજનો સામે જેસાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.