ગુજરાતમાં દારૂબંધી અને એક્શન આધારિત ફિલ્મ 'G' નું ટ્રેલર અને મ્યુઝિક થયું લોન્ચ - gujarati film industry
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી અને એક્શન આધારિત ફિલ્મ 'G'નું ટ્રેલર અને મ્યૂઝિક અમદાવાદમાં લોન્ચ થયું છે. જે બુટલેગર સામે લડી રહેલા એક ઇમાનદાર પોલીસ પર આધારિત સત્યઘટના છે. આ ફિલ્મથી અન્વેશી જૈન અને ચિરાગ જાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. તો આ સાથે જ અભિમન્યુ સિંહ આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં દારૂબંધીના કાયદાને કડક બનાવ્યા બાદ પોલીસ અને બુટલેગરો વચ્ચે થનાર ઘર્ષણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા સંજય પ્રજાપતિએ લખી છે અને મૌલિક મહેતા તેમજ ઋષિક પટેલનું સંગીત છે.