મોરબીમાં પણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ - મોરબી શાળા શરૂ
મોરબી: કોરોનાને લીધે ગત માર્ચ માસથી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થયો હતો. લગભગ 300 દિવસ સુધી શાળા-કોલેજો બંધ રહ્યા બાદ આજે શાળાઓ ખોલવામાં આવી છે. કોરોનાનો કહેર ઘટ્યા બાદ શાળાઓ ફરી શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપતા ધોરણ 10 અને 12 માટે શાળા ફરીથી શરૂ કરવામાં આવી છે. અત્યારે મોરબી જિલ્લામાં ધોરણ-10 અને 12ની શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે નવયુગ વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં શાળા પ્રારંભનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.