ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢ પંથકમાં મેધ મહેર, પવન સાથે ધોધમાર વરસાદ શરૂ - Gujarat

By

Published : Jun 18, 2019, 12:01 PM IST

જૂનાગઢ: શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થઇ ગયું છે. વાયુ વાવાઝોડા બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યા બાદ વરસાદ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડું પરત ફરી કચ્છ તરફ આવી ગયું છે. જેની અસરના લીધે વરસાદ થઇ રહ્યો છે. વાયુ વાવાઝોડું હજુ પણ ગુજરાતમાં ફરી રહ્યું છે, જેની અસરના લીધે સમગ્ર રાજ્યમાં વરસાદ થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રનું વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર અને વેરાવળથી દૂર ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું કચ્છ તરફ પહોંચી ગયું છે. જેના અસરથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થયો છે.

ABOUT THE AUTHOR

...view details