ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની દફન વિધિ ક્રિયાની તૈયારીઓ - Ahmed Patel funeral

By

Published : Nov 26, 2020, 10:35 AM IST

Updated : Nov 26, 2020, 10:47 AM IST

અંકલેશ્વરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. કોંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતાં અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસપાત્ર નેતા એવા અહેમદ પટેલની આજે તેમના વતન પિરામણમાં દફનવિધિ કરવામાં આવશે. જેની હાલ તૈયારીઓ થઈ રહી છે. અહેમદ પટેલની ઈચ્છા હતી કે, તેમની કબર તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમને દફનાવવામાં આવે. જેથી વતન પિરામણ ગામમાં સુન્ની વ્હોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવશે.
Last Updated : Nov 26, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details