અરવલ્લી જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા કાનૂની શિબિર યોજાઇ - Aravalli news
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે કાનૂની શિબિર તેમજ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા અદાલતના સેક્રેટરી એચ. જે. કૂંપવાત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં. આ શિબિરમાં કાયદાકીય જ્ઞાન તેમજ વિશ્વમાં ચાલતી કોરોના મહામારીના કહેરથી બચવા માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવાની જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યમાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સુપરિટેનડેન્ટ એસ. એ. પ્રજાપતિ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના એમ.વી પરમાર તેમજ ખલીકપુર ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઈ ખાંટ અને પંચાયત સદસ્ય વિનોદભાઈ પટેલ, પેરા લીગલ વોલિયન્ટર રાધાબેન પટેલ, એડવોકેટ વિશાલભાઈ પટેલ, તલાટી ઇશ્વેરભાઈ રબારી ઉપસ્થિતિ રહ્યા હતા.