ખેડૂતોને ૧૦૦ ટકા પાક વીમાની માંગ સાથે હળવદમાં ખેડૂત અધિકાર સંમેલન કાર્યક્રમ યોજાયું - farmers crop insurance issues
મોરબી: હળવદ ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલે આ સંમેલનમાં ખેડૂતોને સંબોધન કર્યુ હતું અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને પાકમાં થયેલી નુકસાનીનું વળતર તેમજ પાક વીમો ચૂકવવો જોઇએ. જો ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોની લડતને વધુ મજબૂત બનાવી ખેડૂતોને પોતાનો હક અપાવીશું. તો સાથે જ તેમણે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા પર પણ પ્રહાર કર્યા હતા કે, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા છતાં પણ હળવદ વિસ્તારમાં ખેડૂતોને એક પણ જાતની રાહત મળી નથી. આખા ગુજરાતમાં ખેડૂતો કંગાળ બનતા જાય છે જ્યારે પાક વીમા કંપનીઓ પૈસાદાર બનતી જાય છે.