ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેવું છે ચંદ્રયાન-2, જુઓ વીડિયો... - mission

By

Published : Jul 14, 2019, 11:48 PM IST

ન્યૂઝ ડેસ્ક: ચંદ્રયાન-2 15મી જુલાઇના મધ્યરાત્રીએ લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓ સિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. કેમ કે, તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ, 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ છે. ભારતનું ચંદ્રયાન-1 પછીનું બીજું ચંદ્રયાન છે. આ યાન ISRO દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહનનો સમાવેશ થાય છે. આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને આ બધામાં સુરતમાં તૈયાર સિરેમિક કોમ્પોર્નન્ટ્સ લગાડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details