ભાવનગરઃ નજીવી બાબતે ઝઘડો થતાં દુકાનદારે યુવાન પર કર્યો હુમલો, યુવાનનું મોત - ક્રાઈમ ન્યૂઝ ભાવનગર
ભાવનગરઃ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનને સાંજના સમયે ઘર પાસે રહેલ દુકાનદાર સાથે કોઈ બાબતે બોલાચાલી થતા દુકાનદારે ઉશ્કેરાઈ જતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર દરમિયાન યુવાનનુુ મોત થયું છે. પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નજીવી બાબતે યુવાન અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રોષે ભરાયેલા દુકાનદારે ઉશ્કેરાઈને તીક્ષ્ણ બાબતે યુવાન પર હુમલો કરતાં યુવાનનું મોત થયું હતું.