દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પગપાળા યાત્રાનું ગોધરા ખાતે આગમન - કેવડિયા કોલોની
પંચમહાલઃ લીગલ રાઇટ્સ કાઉન્સિલ સંસ્થાના કાર્યકરો નવી દિલ્હીથી કેવડિયા કોલોની ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાની પ્રથમ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે 'આઝાદી સે એકતા તક'ના સંદેશ સાથે પગપાળા યાત્રા શરૂ કરી છે. હાલ કાર્યકરો ધોતી-પહેરણ સાથે હાથમાં તિરંગા સાથે તેઓ ગોધરા ખાતે આવી પહોંચ્યા હતાં. આ પગપાળા યાત્રા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ નીકળી હતી. હાલ આ યાત્રાએ 1117 કિમીનું અંતર કાપ્યું છે. 31 ઓક્ટોબરે કેવડિયા પહોંચી ઉજવણીમાં ભાગ લેશે. લીગલ રાઇટ્સ કાઉન્સીલ જનરલ સેકેટરી રાજલક્ષ્મી મુંડાની આગેવાનીમાં આ યાત્રા નીકળી છે. તેમને ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેઓ સ્વચ્છ ભારતનો સંદેશો પણ આપી રહ્યા છે.