મોરબીમાં વસતા બંગાળી કારીગરો દ્વારા દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી - દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી
મોરબીઃ ઓદ્યૌગિક નગરી મોરબીમાં દેશના અનેક રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. મોરબીમાં બંગાળી કારીગરો પણ સોની કામ કરે છે. બંગાળી કારીગરો દ્વારા દર વર્ષે દુર્ગા પૂજા કરવામાં આવતી હોય છે. જેથી મોરબીમાં પણ જાહેર સ્થળોએ દુર્ગા પૂજાનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. મોરબીના લખધીરવાસ ચોકમાં વિશાળ પંડાલમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરીને દુર્ગાપૂજા કરવામાં આવી હતી. જેમાં બંગાળી પરિવારો તેમજ ગુજરાતી પરિવારો ઉમટી પડ્યા હતા અને માતાની ભકિતમાં લીન થયા હતાં.