વડોદરામાં કોંગ્રેસનું 'જનતા મેમો અભિયાન', પોસ્ટરો સાથે કર્યો વિરોધ - વડોદરા
વડોદરાઃ શહેરમાં કોંગ્રેસ દ્વારા ગંદકી અને પાયાની સુવિધાને અંગે જનતા મેમોનું અભિયાન શરૂ કરી પોસ્ટરો લગાવ્યા. કોંગ્રેસના શહેરમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. એક તરફ પીવાનું પુરતું પાણી મળતું નથી જ્યારે બીજી તરફ ગટરના રસ્તા પર નાળા બનાવી વહી રહ્યાં છે. પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યુ હોવાના દાવા સાથે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર જનતા મેમો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સત્તાધીશો સ્માર્ટ સિટીનો દાવો કરી રહ્યાં છે. પરંતુ, શહેરમાં પાયાની સુવીધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે.