ડાંગનાં સાપુતારા ખાતે કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ફોરેસ્ટ રેસ્ટ હાઉસનું લોકાર્પણ - સાપુતારા
ડાંગઃ ડાંગ જિલ્લાના દક્ષિણ વનવિભાગમાં સમાવિષ્ટ વનચેતના કેન્દ્ર સાપુતારા ખાતે કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાએ ફોરેસ્ટ રેસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું.ગિરિમથક સાપુતારા કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરનાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત અને જાણીતું સ્થળ છે. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને સુવિધાઓ મળી રહે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રવિવારે ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હસ્તકના શામગહાન રેંજમાં સમાવિષ્ટ વનચેતના કેન્દ્ર સાપુતારા ખાતે કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાના હસ્તે પાંચ રૂમો ધરાવતુ નવા ફોરેસ્ટ રેસ્ટ હાઉસની રીબીન કાપી લોકાર્પણ કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.