ભરૂચના આગેવાન નરેશ પટેલે કેશુભાઈ પટેલ સાથેના સંસ્મરણો વાગોળ્યા... - memories with keshu bhai patel
ભરૂચઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થતા ભરૂચના આગેવાન અને કેશુભાઈ પટેલ સાથે પારિવારિક સંબંધો ધરાવનાર નરેશ પટેલે કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં અને તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં. ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. સપ્ટેમ્બર માસમાં કોરોનાને માત આપ્યા બાદ ઘરે પરત ફર્યા હતાં. જોકે આજે સવારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલ ભરૂચ જિલ્લાના અનેક વખત મહેમાન બન્યા હતાં. તેઓ જ્યારે પણ ભરૂચ આવતા ત્યારે જાણીતા આગેવાન નરેશ પટેલની વાડીની અચૂક મુલાકાત લેતા અને આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરતા હતા.