સૌથી પહેલા ગુજરાત, પુના સિરમ ઈન્સ્ટીટ્યુટથી કોરોના રસીની પ્રથમ ખેપ અમદાવાદ માટે રવાના - Covid vaccine
પુનાઃ આજે કોરોના વેક્સિનની પ્રથમ ખેપ સવારે પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી રવાના થઈ ગઈ છે. જે ટ્રકોમાં એને લઈ જવાઈ એમાં ટેમ્પરેચર ત્રણ ડીગ્રી રાખવામાં આવ્યું. અહીંથી વેક્સિનનાં 478 બોક્સ દેશનાં 13 શહેરમાં પહોંચાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં દિલ્હી, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, કરનાલ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનઉ, ચંડીગઢ અને ભુવનેશ્વરમાં હવાઈ માર્ગેથી વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. મુંબઈમાં સીધા જ ટ્રક દ્વારા વેક્સિન મોકલવામાં આવશે.