તૌકતે વાવાઝોડામાં વૃક્ષની ડાળ ધરાશાયી થવાથી યુવકનું મોત, ઘટના CCTVમાં કેદ - મુંબઈમાં તૌકતેની તબાહી
મુંબઈઃ તૌકતે વાવઝોડું સોમવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં આવ્યું હતું. મુંબઈના મલાડ વિસ્તારોમાં વૃક્ષની દાળ ધરાશાયી થવાથી યુવકનું મોત થયું છે. મલાડ પૂર્વમાં આવેલા છેડા જનરલ સ્ટોર બહાર એક વૃક્ષની ડાળી ધરાશાયી થવાથી બાઈક પર સવાર રાજકુમાર જાયસવાલનું મોત થયું છે. આ ઘટના CCTVમાં કેદ થઇ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત જાયસવાલનું સાયન હોસ્પિટલમાં 13 કલાક ઓપરેશન ચાલ્યું હતું. આ ઓપરેશન દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જાયસવાલ કરિયાણાના વેપારી હતા. તેમના માતા-પિતા નેત્રહીન છે તથા તેમની પત્ની અને બાળકો ઉત્તર પ્રદેશમાં રહે છે. રાજકુમાર પર પરિવારની સંપૂર્ણ જવાબદારી હતી.