જંગલી હાથી સિરુવાની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઘૂસ્યો - Wild elephant into Siruvani Water treatment plant
તમિલનાડુઃ કોઇમ્બતુરમાં પશ્ચિમ ઘાટની બોલુવમપટ્ટી વન રેંજમાં સારા વાતાવરણને કારણે વન્ય પ્રાણીઓ માટે વધુ સારુ આશ્રયસ્થાન બની ગયુ છે. અહીં હાથી, વાઘ અને દીપડા સહિત જંગલી પ્રાણીઓ મોટી સંખ્યામાં રહે છે. જો કે, આ જંગલ વિસ્તાર નજીકના સિરુવાની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના મંગળવારે બની હતી, જ્યારે એક હાથી ઘાસચારાની શોધમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે પહોંચ્યો હતો. અને લોખંડનો દરવાજો તોડી પાણીના પ્લાન્ટમાં ઘૂસી ગયો હતો. કર્મચારીઓએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.