દારૂના નશામાં ચકચૂર મહિલા કર્મચારીએ કર્યો પોલીસ સાથે ઝઘડો, જૂઓ વીડિયો
અમરાવતી: અમરાવતી જિલ્લાના પરટવાડા ખાતે વન વિભાગના હિસાબી શાખામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ દારૂના નશામાં પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો છે. કર્મચારી એટલી નશામાં હતી કે તેણે પોલીસનું અપમાન પણ કર્યું હતું. મહિલા વિરુદ્ધ અચલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઓફિસના અધિકારીઓ અને સ્ટાફે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી, તેથી અચલપુર પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જો કે મહિલાએ પોલીસ સાથે દલીલ પણ કરી હતી. જ્યારે મહિલાને તબીબી તપાસ માટે લાવવામાં આવી ત્યારે તે નશામાં હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પેટા જિલ્લા હોસ્પિટલના ડોકટરોએ મહિલા પાસેથી લોહીના નમૂના લેવા પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમણે ડોક્ટરોનું પણ અપમાન કર્યું હતું. મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.