PM મોદીએ લદ્દાખ પહોંચી કર્યું સિંધુ દર્શન, જુઓ વીડિયો - લદ્દાખ
દિલ્હીઃ ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને પ્રોત્સાહિત કરવા કોઈપણ માહિતી અને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે લેહથી આશરે 25 કિમી દૂર ન્યોમા પહોંચ્યા હતા, ત્યારબાદ લદ્દાખના ફોરવર્ડ બ્રિગેડમાં નીમુ પહોંચીને તેમણે સિંધુ દર્શન-પૂજન કર્યુ હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બીપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર હતાં. ન્યોમામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જવાનોને પણ સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વિના ચીન નિશાન સાધ્યું હતું. નોંધનીય છે કે, શુક્રવારે સવારે 7:00 am વાગ્યે લેહ એરપોર્ટ પર ખાસ હવાઈ દળના વિમાનથી ઉતર્યા બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા સીધા ન્યોમા પહોંચ્યાં હતાં.