ગુરુગ્રામમાં સોશિયલ મીડિયા પર ઘાસ ખાતો વ્યક્તિનો વીડિયો વાયરલ..જૂઓ વીડિયો... - gurugram
ગુરુગ્રામ: સોશિયલ મીડિયા પર ઘાસ ખાતા વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ પ્લેટ પર ઘાસ મૂકીને ખાઈ રહ્યું છે. નજીકમાં જ પાણીની બોટલ છે. ઘાસ ખાતો-ખાતો તે સૂઈ જાય છે. ઘાસ ખાનાર વ્યક્તિનું નામ સંજીવ શર્મા છે. જે ગુરુગ્રામની ટેલિકોમ કંપની BSNLમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. સિક્યુરિટી ગાર્ડ સંજીવ શર્માનો આરોપ છે કે, તે બે મહિનાથી BSNL ઓફિસમાં કામ કરે છે, પરંતુ તેમ છતાં કંપનીના કોન્ટ્રાક્ટરોએ તેમને પગાર ચૂકવ્યો નથી. સંજીવે કહ્યું કે, હવે તેની પાસે પૈસા નથી. એટલે તે ફરજ પર હોય ત્યારે પાણી સાથે લીલોતરી ઘાસ ખાઈને જીવતો હતો. પંજાબના પિંજોરનો રહેવાસી છે અને લોકડાઉનને કારણે ગુરુગ્રામમાં ફસાયો છે. સંજીવ શર્માએ જણાવ્યું હતું કે, આ કંપનીમાં સિક્યુરિટી વર્કર તરીકે કામ કરતા પહેલા તે એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ ત્યાંથી નોકરી છોડ્યા બાદ તેણે BSNL કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ સુરક્ષા કંપનીએ તેને બે મહિનાથી પગાર ચૂકવ્યો નથી, જેના કારણે આ પગલું ભર્યું હતું. તેમણે માંગ કરી છે કે, તેમને પગાર આપવામાં આવે. નહિંતર, તેને ઘાસ પણ વધુ ખાવું પડશે.