વાઇરલ વીડિયો: બાંગ્લાદેશી મહિલાનું બેંગ્લોરના મિત્રોએ કર્યું યૌન ઉત્પીડન - બાંગ્લાદેશી મહિલાનું યૌન ઉત્પીડન
બેંગ્લોર શહેરમાં એક બાંગ્લાદેશી મહિલાનું તેના મિત્રો દ્વારા યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. આ કેસમાં પોલીસે બે મહિલાઓ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના અંગે તપાસ કરતાં પોલીસ કેરળ પહોંચી હતી જ્યાં પીડિતા તેના મિત્રના ઘરેથી મળી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી વૈશ્યાવૃત્તિ સાથે સંકળાયેલા અને તેઓએ બદલાની ભાવનાથી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.