ઉત્તરાખંડના ધનોલ્ટીમાં ફરી એકવખત થઇ બરફવર્ષા, પર્યટકોમાં ખુશી જોવા મળી - uttarakhand snowfall
ઉત્તરાખંડ : ધનોલ્ટીની આજુબાજુના વિસ્તારમાં ફરી એક વખત બરફવર્ષા થઇ છે. ત્યારે શિયાળાની ઠંડીમાં લોકો મોટી સંખ્યામાં ધનોલ્ટી ફરવા પહોંચી ગયા છે. તેમજ બરફની મોજ માણી રહ્યા છે. બરફવર્ષાના કારણે ઇકોપાર્ક સંપૂર્ણપણે બરફછાદિત થઇ ગયું હતું. જેનો લાભ પર્યટકો ઉઠાવી શકશે. બે દિવસ પહેલાં થયેલી ઓછી બરફવર્ષાના કારણે પર્યટકો નિરાશ થઇને પાછા ફર્યા હતા. પરંતુ ફરી વખત થયેલી બરફવર્ષાના કારણે પર્યટકો ખુશ થયા હતા.