Pm Modi on Budget 2022: લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું - આત્મનિર્ભર ભારતનું બજેટ
Union Budget 2022: કેન્દ્રીય બજેટ 2022ને પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતનું બજેટ (Pm Modi on Budget 2022) ગણાવ્યું છે. નાણાપ્રધાનના બજેટ ભાષણ બાદ તેમણે કહ્યું કે, બજેટમાં આવી જોગવાઈઓ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. બજેટ પર પહેલી પ્રતિક્રિયામાં પીએમ મોદીએ કહ્યું કે, બજેટમાં ક્રેડિટ ગેરેન્ટીમાં રેકોર્ડ વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સંરક્ષણ ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે, સાડા સાત લાખ કરોડ રૂપિયાના જાહેર રોકાણથી નાના અને અન્ય ઉદ્યોગો માટે તકો ઉભી થશે. તેમણે કહ્યું કે તેઓ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને તેમના સાથીદારોને પીપલ ફ્રેન્ડલી બજેટ માટે અભિનંદન પાઠવે છે.
Last Updated : Feb 1, 2022, 4:49 PM IST