પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર - પુલવામા એન્કાઉન્ટર
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં આ અથડામણ ગુરુવાર સાંજથી શરુ થઇ હતી. મહત્વનું છે કે, છેલ્લા 17 દિવસોમાં 27 આતંકવાદીઓ માર્યા ગયા છે.