વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી - લોકસભા
નવી દિલ્હી : આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ મોદી નવા પ્રધાનોનું પરિચય આપવા માટે ઉભા થયા હતા, ત્યારે વિપક્ષે હોબાળો શરૂ કરી દીધું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યસભામાં વડાપ્રધાન દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી છે.તેમણ વધુમાં કહ્યું કે, વિપક્ષ પક્ષને આદિવાસી પ્રધાનોનું પરિચય પસંદ નથી.જૂઓ વડાપ્રધાન મોદીએ વધુમાં શું કહ્યું...
Last Updated : Jul 19, 2021, 3:08 PM IST