કેદારનાથમાં હિમવર્ષા: લઘુત્તમ તાપમાન -7 ડિગ્રી, મનમોહક નજારો
ઉત્તરાખંડઃ સમગ્ર દેશમાં શિયાળાની ઋતુ ચાલી રહે છે. રૂદ્રપ્રયાગ કેદારઘાટીએ ફરી એકવાર બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. જેના કારણે રૂદ્રપ્રયાગ સહિત સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધી ગયં છે. હિમવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. આ વખતે ઠંડીએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કેદારનાથમાં સોમવારે લઘુત્તમ તાપમાન -7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે તુંગનાથમાં લઘુત્તમ તાપમાન -3 ડિગ્રીએ પહોંચી ગયું છે. બરફની ચાદર ઓઢેલા રૂદ્રપ્રયાગના પહાડોના દ્રશ્યો નયનરમ્ય છે.