રવિ શાસ્ત્રીએ કોરોના સામેની લડાઇને વિશ્વકપ જીતવા જેવી ગણાવી - ravi shastri on corona
મુબંઈ: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કોરોના સામેની લડાઇ વિશ્વકપ જીતવા જેવી છે. તેમણે કહ્યું કે, આ લડાઇ એવી છે કે, જેમાં અબજો લોકો જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તેમણે કેન્દ્ર સરકારના આદેશોનું પાલન કરવા જણાવ્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, આવો આપણે બધા એકજુટ થઇને આ માનવતાનો વિશ્વકપ જીતી લઇએ. આ વિશ્વકપ જીતવા માટે આપણે ઘરમાં રહેવાનું છે જેથી આપણે સુરક્ષિત રહીશું.