શાહીન બાગ પર હિન્દુ સેનાનું અલ્ટીમેટમ, 'રસ્તો ખાલી કરો'ના લાગ્યા નારા - હિન્દુ સેના
નવી દિલ્હીઃ દેશભરમાં જ્યારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થયો છે, તો શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ ચર્ચાનો વિષય બન્યો છે. આજે શાહીન બાગમાં હિન્દુ સેના તરફથી રસ્તો ચાલુ કરાવવા પર નારા લગાવવામાં આવ્યા હતાં. છેલ્લા બે મહિનાથી શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, આ પ્રદર્શનના કારણે રોડ રસ્તા બંધ છે અને લોકોને ચાલવામાં તથા રસ્તે પસાર થવામાં મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે હિન્દૂ સેનાના કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં શાહીન બાગ પહોંચીને જયશ્રી રામના નારા લગાવ્યાં હતાં.