પાણીના પ્રવાહમાં ધોવાયો પુલ, લોકો જીવ જોખમમાં મુકી ઓળંગી રહ્યા છે માર્ગ, જુઓ વીડિયો - શિવપુરી-ઝાંસીને જોડતા રસ્તા પરનો પુલ
મધ્યપ્રદેશ: શિવપુરી જિલ્લામાં અવિરત વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે દરમિયાન જિલ્લાના કોટા-ભગોરા ગામ નજીક શિવપુરી-ઝાંસીને જોડતા રસ્તા પરનો પુલ અતિશય વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, આ પુલ પાસે એક મોટું તળાવ છે, જેનું જળસ્તર વધવાને કારણે પાળ તૂટી ગઈ છે. તળાવમાંથી નીકળેલા પાણીમાં પુલ વહી ગયુ છે. આવી સ્થિતિમાં લોકો પોતાના જીવ જોખમમાં મૂકી બાઇક સહિત અનેક સામાન સાથે તળાવ પાર કરી રહ્યા છે.