ઋષિકેશના પૂર્ણાનંદ ઘાટ પર કમલેશના અંતિમ સંસ્કાર કરાયા, પરિવારના 8 લોકો રહ્યા હાજર - ઋષિકેશ
ઋષિકેશ: ટિહરીના રહેવાસી કમલેશ ભટ્ટના અંતિમ સંસ્કાર ઋષિકેશના પૂર્ણાનંદ ઘાટ પર કરવામાં આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે કમલેશનો મૃતદેહ અબુધાબીથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. જ્યાંથી કમલેશના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા ઋષિકેશ લાવવામાં આવ્યો હતો. લોકડાઉનને ધ્યાનમાં રાખીને ફક્ત 8 લોકોને જ કમલેશના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા મંજૂરી આપવામાં આવી હતી. કમલેશના પિતા, ભાઈ સહિત અંતિમ સંસ્કાર દરમિયાન 6 લોકો વધુ હાજર હતા. આપને જણાવી દઈએ કે, સેમવાલ ગામના રહેવાસી કમલેશ ભટ્ટનું 16 એપ્રિલના રોજ દુબઇમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. ત્યારથી કમલેશ ભટ્ટનો પરિવાર મૃતદેહને ભારત લાવવા માગ કરી રહ્યા હતા.