ઉત્તરાખંડમાં સ્વામી વિવેકાનંદની સાધનાની સાક્ષી પૂરતો કાકડી ઘાટ - kakadi ghat
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડને દેવભૂમિ કહેવાય છે.અહીંના પૌરાણિક મંદિરના દર્શનથી શ્રદ્ધાળુઓને દેવત્વનો સાક્ષાત્કાર થાય છે.આ ભૂમિ પર આવીને કેટલાય સંતોએ પોતાના તપથી જ્ઞાનની પ્રાપ્તિ કરી છે.જેમાં સ્વામી વિવેકાનંદનો પણ સમાવેશ થાય છે.જેમણે પોતાના જ્ઞાનથી સમગ્ર વિશ્વને હિન્દુ ધર્મની પરિભાષા શીખવી હતી.આ દેવ સ્થાન સાથે તેમનો વિશેષ સંબંધ રહ્યો છે.તેઓ કાકડીઘાટ પર આવેલા પીપળાના ઝાડની નીચે બેસીને જ્ઞાન મેળવ્યું હતું.આ જગ્યા આજે પણ તેમની સાધનાની સાક્ષી પૂરે છે.