CBSEની બાકી રહેલી તમામ પરીક્ષા રદ, પૂર્વ ચેરમેન અશોક ગાંગુલી સાથે ખાસ વાતચીત - અશોક ગાંગુલી
સુપ્રીમ કોર્ટે કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSEના મુસદ્દાની સમીક્ષા કર્યા પછી શુક્રવારે બાકી રહેલી બોર્ડની પરીક્ષાઓને રદ કરવાની અને જુલાઇમાં યોજાનારી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ગુણ આપવાની તેમની યોજના પર આગળ વધવાની મંજૂરી આપી દીધી છે. આ મુદ્દા પર ઇટીવી ભારતે CBSEના પૂર્વ ચેરમેન અશોક ગાંગુલી સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે CBSE અને સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું, તેમણે કહ્યું કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓની સાથો-સાથ વાલીઓને પણ ઘણી રાહત મળી છે.