ABVP સામે 'વર્જિન ટ્રી'ની પુજા કરાવાનો આરોપ, દિલ્હીમાં વિદ્યાર્થિનીઓ રસ્તા પર - abvp virgin tree
દિલ્હી યુનિવર્સિટી હેઠળ ચાલતી હિન્દુ કોલેજની એક અનોખી પ્રથા સામે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે. સેન્ટર ફોર સ્ટ્રોંગ વુમન, પિંજરા ટોડ સાથે સંકળાયેલી વિદ્યાર્થીનીઓએ ABVP પર આ પૂજા કરાવવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓનો દાવો છે કે, કોલેજોમાં વેલેન્ટાઇન ડે પર દર વર્ષે વર્જિન ટ્રીની પૂજા કરવામાં આવે છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ABVP પર આવી રૂઢીવાદી વિધિઓને પ્રોત્સાહન કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, આ પ્રકારની પૂજા કરવાથી મહિલાઓના સન્માનને નુકસાન થાય છે. ABVPના દિલ્હી મીડિયા પ્રભારી આશુતોષે કહ્યું કે, ABVP આવી કોઈ પણ ધાર્મિક વિધિમાં વિશ્વાસ નથી કરતો. પ્રશાસને આ મામલાની તપાસ કરવી જોઈએ અને જે દોષી સાબિત થાય તેની સામે યોગ્ય પગલા ભરવા જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, આવા ખોટા આક્ષેપો કરીને ABVPની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.