બોદ્ધગયા પહોંચ્યા શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે, બોધિ વૃક્ષ નીચે ધ્યાન ધર્યું - બોધગયા
ગયા: શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સોમવારે બોધગયા પહોંચ્યાં હતા. જ્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કૃષિ પ્રધાન પ્રેમ કુમારે તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ રાજપક્ષેએ મહાબોધિ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સાથે શ્રીલંકાના 2 પ્રધાન, 1 સાંસદ સહિત 20 પ્રતિનિધિ મંડળ પણ હાજર રહ્યું હતું. અહીં રાજપક્ષે મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, રાજપક્ષે અગાઉ 2013માં અહીંયા આવ્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત અહીંયા આવ્યાં છે.